top of page

આનંદમાં જીવી, જીવનને તેની શક્યતાઓ ઉજાગર કરવા દઈ, આત્માને ઉન્નત થવા દેવા માટે. પણ મોટાભાગના આ મિશન ભૂલી ગયા છે!

કારણ કે, તેઓ મઝા(Pleasure), અને સુખ(Happiness)ને જ જીવન માને છે, પણ આનંદ(Joy) તો અંદરથી અનુભવાય છે, જે તેઓ જાણતા નથી અથવા તેની ઉપેક્ષા કરે છે.  

આ સાહિત્ય કેવી રીતે લાભદાઈ થશે?
00:00 / 13:31

​આપણે આનંદમાં જીવી આત્માની ઉન્નતી માટે અહીં આવ્યા છીએ, પણ કમનસીબી એ છે કે, ઘણા વ્યક્તિઓ આનંદ વિશે જાણવા પણ ઉત્સુક નથી! કારણકે, આનંદને જીવનનો માર્ગ બનાવવાનું તેમના ભાગ્યમાં નહિ હોય!

 થોડાક ભાગ્યશાળી વ્યક્તિઓ જ 
આનંદને તેમના જીવનનું મિશન બનાવશે.    

એટલે જો તમે માનતા હો કે, બ્રહ્માંડે તમને આનંદમાં જીવી તમારા આત્માને ઉન્નત થવા દેવા પસંદ કર્યા છે (If you believe that God has chosen you to be Joyful and let your Soul elevate), તો આ સાહિત્યને સમજી, તમારા આનંદની વ્યાખ્યા નક્કી કરી, કુટુંબમાં આનંદનું વાતાવરણ નિર્માણ કરી, ઋણાનુબંધથી જોડાયેલ આત્માઓને ઉન્નત થવાનો માર્ગ બતાવવા 'પાઈ(π)-વ્યક્તિ' બની મળેલ અમૂલ્ય માનવ જીવનને દિવ્ય બનાવો. 

જ્યારે આપણે આપણા હૃદયને બ્રહ્માંડની ભવ્યતા, એકબીજા સાથે જોડાયેલી અને પરસ્પર નિર્ભર પ્રકૃતિની સુંદરતા, આત્માઓનું આકર્ષણ, જ્ઞાનીઓની જિજ્ઞાસા, ઋષિઓની દિવ્યતા અને ભગવાનના મહિમાને સ્પર્શવા દઈએ છીએ, ત્યારે તેમના આંતરિક વૈભવમાં, આપણે આનંદ કરીએ છીએ. આનંદ એ સર્જક તરફથી એક ભવ્ય ભેટ છે - એક પવિત્ર ભાવના, જે આપણા હૃદયમાં પ્રેમ, કરુણા, દયા, શાંતિ અને માનવતા તરીકે વસે છે. આ ભવ્યતાનો અનુભવ કરવો, એ ‘આનંદ’ છે, જે વર્ણનની બહાર છે, અને અનુભૂતિની રાહ જોઈ રહ્યો છે. આવા અમૂલ્ય આનંદને  તમારો પ્રેમ, પ્રાર્થના અને માનવતા પ્રગટ કરવાની શક્તિ બનવા દો. આનંદને વ્યાખ્યાયિત કરવો કઠીન છે, પરંતુ જીવન અને આત્મોન્ન્તી માટે અનિવાર્ય હોઈ, તેને ઊંડા પરિપ્રેક્ષ્યમાં સમજી, શક્ય તેટલી તેની પ્રગાઢતા શોધી,  યથાર્થ  જીવન  જીવવું જોઈએ. મઝા અને સુખ પ્રસન્નતા આપે છે, એટલે તે બંનેને માણવા જોઈએ. પણ જીવનનો તો માત્ર આનંદ જ ઝંખે છે, તે ભૂલવું ન જોઈએ. એટલે મિશન: આનંદ (Mission: Joy) ને જીવનનું મિશન બનાવી, જીવન નૈયા કેવી રીતે હંકારવી, તેનું માર્ગદર્શન આ સાહિત્ય આપે  છે, જે તમને ગમશે.​
આનંદએ  જીવનનું કિમતી પરિમાણ હોવા છતાં તેના પર ખૂબ ઓછા સાહિત્યનુ નિર્માણ થયું છે,  કારણ કે, આનંદને વ્યાખ્યાઇત કરવો અઘરો છે, અને તેની સર્વ સ્વીકૃત વ્યાખ્યા; નથી શબ્દકોશમાં કે મનોવિજ્ઞાનમાં! પણ જીવન માટે તે અતિ મહત્વનો હોઈ, તેને વ્યાખ્યાઇત કરી, આનંદમાં જીવવા એક  ફ્રેમવર્ક આ સાહિત્યમાં રજુ કરેલ છે, જે તમને આનંદમાં જીવવાનો માર્ગ ચીંધશે.  

શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને જરૂરી ભૌતિક સુખાકારી આત્માની ઉન્નતી માટે જરૂરી હોઈ, કુદરતના અપ્રતિમ  સર્જનને સંપૂર્ણ પણે ખીલવા દેવા પર્યાવરણનું જતન કરી, 'આનંદ-કેન્દ્રિત ઉર્જાસભર સામાજીક ઇકોલોજી (Joy-centered Energetic Social Ecology)'  એક બુદ્ધિશાળી પ્રજાતિ તરીકે આપણે ઉભી કરવી જોઈએ, જે ઈશ્વરીય કાર્ય છે.

ઋણાનુબંધથી આપણને મળેલ કુટુંબના સભ્યોના સુખ માટે જે કંઇ કરવું પડે, તે આપણે કરીએ છીએ, જેમાં કોઈ કસર છોડતા નથી. પણ એ ભૂલી ગયા છીએ કે, દરેક સભ્યનું જીવન એક ભવ્ય ઘટના છે, જે આનંદમાં જીવી તેના આત્માની ઉન્નતી માટે અવતરેલ છે! અને તેમનો આ હેતુ પૂરો કરવા માર્ગદર્શક અને સહાયક બનવું એમાં જ જીવનની ફલશ્રુતિ છે. કારણ કે, ​આજની દુનિયામાં સૌ કોઈ પૈસાને સર્વસ્વ માની, અતિશય પૈસો ભેગો કરવાની ખેવના રાખી, ભારે ચડસાચડસીના સંઘર્ષમાં (Rat-race) જીવે છ, જે માત્ર પાંચ ઇન્દ્રિયોની મઝા (Pleasures) અને ભૌતિક સુખ (Happiness) આપે છે, પણ સાચો આનંદ (Joy) તેઓ માટે દૂરની શક્યતા રહે છે. અતિશય ભોગ ભોગવવાની અને ભૌતિક સુખ માણવાની લાલસા  સરખામણી(Comparision) કરી સ્પર્ધામાં (competition) જીવવાનું વલણ  ઉભું કરે છે, જેમાં કીમતી જીવન વેડફાઈ જાય છે. ઘણાને વર્ષો બાદ આની અનુભૂતિ થતી હોય છે કે, વ્યર્થ લાલસા માટે કિમતી જિંદગી વેડફાઈ ગઈ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હોય છે! એટલે, જાગો અને અંતરનો દીવો પ્રગટાવી, પાઈ-વ્યક્તિ બની, કુટુંબ માટે 'આનંદ-કેન્દ્રિત ઉર્જાસભર સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરી' આનંદને ઉત્પ્રેરો. આ સાહિત્યમાં રજૂ કરેલ પ્રકરણોની આછેરી ઝલક નીચે આપી છે, જે આનંદની ગહન શોધ માટે તમને પ્રેરશે.  

આ સાહિત્યમાં રજૂ કરેલ ઉત્તમ પ્રકરણોની આછેરી ઝલક માટે નીચેની છબીઓ પર ક્લિક કરો. 

Pi_edited.jpg
bottom of page